તા. 02-01-2026 શુક્રવાર
બાળકો નફા -ખોટનું મહત્વ સમજે તથા ભવિષ્યમાં તેમને આત્મનિર્ભર બનવાની પ્રેરણા મળે તે હેતુથી આજરોજ શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 40 ખાણી-પીણીના તથા 5 રમત-ગમતના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની મિલી દેસાઈ તેમજ અમીબેન મહેતાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. મોટી સંખ્યામાં વાલીમિત્રો, શિક્ષકો તથા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ખૂબ મજા માણી હતી.