
તારીખ 28 /2/ 2024 ,બુધવારના રોજ "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" નિમિત્તે શાળામાં વિદ્યાર્થીઓને સર સી.વી. રમનના જીવનચરિત્ર અને તેમણે વિજ્ઞાન ક્ષેત્રે કરેલી મહત્વની શોધો વિશે માહિતી આપવામાં આવી . વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષય પ્રત્યે રસ અને રુચિ જાગૃત થાય તે હેતુસર આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણીના ભાગરૂપે શાળામાં 'સ્મૃતિ કસોટી' ની
સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ એક મિનિટમાં તેમને બતાવવામાં આવેલા પ્રયોગશાળાના સાધનોનાં નામ લખવાના હતા. વિદ્યાર્થીઓએ હોંશભેર આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
Click Here....... For Photo Gallery