તા.14/03/2026
આજ રોજ વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક ક્ષેત્ર મેળવેલ સિદ્ધિઓને બિરદાવવા માટે વાર્ષિક પારિતોષિક વિતરણ સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી રૂપેન્દ્રસિંહ મકવાણા- ટ્રસ્ટી શ્રી અંબિકા નિકેતન ટ્રસ્ટ, શાળાની વહીવટી સમિતિના અધ્યક્ષશ્રી દીપકભાઈ ચેવલી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી સુરેન્દ્રકુમાર વાડીલે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનો શાબ્દિક આવકાર શાળાના આચાર્યાશ્રી શ્રીમતી ડૉ .હિનાબેન સાવલિયાએ કર્યો હતો. મહેમાનશ્રીઓના વરદ હસ્તે વિદ્યાર્થીઓને, શિક્ષકોને તેમજ વાલીશ્રીઓને પારિતોષિક આપવામાં આવ્યા હતા.ઉદ્દઘોષક તરીકે શ્રીમતી નિર્મળા રાજેશ પરમારે સેવા પૂરી પાડી હતી. કાર્યક્રમની આભાર વિધિ શાળાના મદદનીશ શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે સામૂહિક સેવા પૂરી પાડી હતી