
તા.23/12/25, મંગળવારના રોજ શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્દઘાટક તરીકે લાયન્સ ક્લબ, ઉમરાના પ્રમુખ શ્રી આનંદ નાયર, મુખ્ય મહેમાન તરીકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સ્પોર્ટ્સ કમિટીના અધ્યક્ષ CA મયંકભાઇ દેસાઈ, શાળાની વહીવટી કમિટીના અધ્યક્ષ શ્રી દિપકભાઈ ચેવલી, વહીવટી કમિટીના સભ્ય શ્રી અશોકભાઈ ભગવાવાળા, મહિધરપુરા પોલીસ સ્ટેશનના PSI શ્રી ડામોર સર તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યશ્રી સુરેન્દ્રકુમાર વાડીલે ઉપસ્થિત રહ્યા હતા. રમતોત્સવમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓનાં વરદ હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યાશ્રી ડૉ. હીનાબેન વિ. સાવલિયાએ આભારવિધિ કરી હતી તેમજ એન્કરિંગ તરીકે શાળાના મદદનીશ શિક્ષિકા શ્રીમતી નિર્મળાબેન આર.પરમારે સેવા પૂરી પાડી હતી.
